વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની છ દિવસની મુલાકાતે જશે
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની છ દિવસની મુલાકાતે જશે. આ દરમિયાન વિદેશ મંત્રી બ્રિસ્બેન જશે અને ઓસ્ટ્રેલિયામાં ભારતના ચોથા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. તેઓ કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે વિદેશ મંત્રી સ્તરીય ફ્રેમવર્ક સંવાદની 15મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.
વિદેશ મંત્રી ઓસ્ટ્રેલિયાના સંસદ ભવનમાં બીજા રાયસિના ડાઉન અન્ડરના ઉદ્ઘાટન સત્રને પણ સંબોધિત કરશે. ડૉ. જયશંકર ઓસ્ટ્રેલિયાના નેતાઓ, સંસદસભ્યો, વિદેશી ભારતીય સમુદાયના સભ્યો, વેપારી પ્રતિનિધિઓ, મીડિયા અને અન્ય બૌદ્ધિકો સાથે પણ વાર્તાલાપ કરશે.
મુલાકાતના બીજા તબક્કામાં ડૉ.જયશંકર 8 નવેમ્બરે સિંગાપોરની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ ASEAN-India Think Tankની આઠમી રાઉન્ડ ટેબલ ચર્ચાને પણ સંબોધિત કરશે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો શોધવા માટે સિંગાપોરના નેતાઓ સાથે મુલાકાત કરશે.
