રાષ્ટ્રીય સ્તરે NRC લાગુ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહ મંત્રાલય
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત જવાબમાં જાણકારી આપી
દેશમાં રાષ્ટ્રીય નાગરિકતા વિષય એટલે કે NRCથી જોડાયેલી બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ વાતની જાણકારી ગૃહમંત્રાલયે લેખીતમાં લોકસભામાં રજુ કરી હતી. વિભાગે જણાવ્યું હતું કે, આ અંગે રાષ્ટ્રીય સ્તરે કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાન લોકસભાની કાર્યવાહી વિપક્ષી સભ્યોના શોરબકોરના પગલે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. CAA-NRC મુદ્દે કોંગ્રેસ સાંસદોએ ભાજપા સાંસદ અનંતકુમારે મહાત્મા ગાંધી વિશે આપેલા નિવેદન પર ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વધુમાં નિર્ભયાના દોષીઓને ફાંસીમાં વિલંબ વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાડવડેકરે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નિર્ભયાના દોષીઓની ફાંસીમાં વિલંબ એક સંવેદનશીલ બાબત છે, જે માટે સંપૂર્ણપણે રાજ્ય સરકાર જવાબદાર છે.
