હિમાચલ પ્રદેશમાં સમોસા પર ગરમાયું રાજકારણ
Live TV
-
હિમાચલ પ્રદેશમાં સમોસા પર ગરમાયું રાજકારણ
હિમાચલ પ્રદેશમાં સમોસા પર રાજનીતિ ગરમાઇ છે. આ બાબતે ભાજપ યુવા મોરચો આજે Shimlaમાં સમોસા માર્ચ કાઢશે. પ્રદેશ ભારતીય જાનતા પાર્ટી યુવા મોરચો શેરે પંજાબ થી સિમલાના Lower Bajar સુધી સમોસા માર્ચ કાઢશે. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ભારતીય જાનતા પાર્ટી યુવા મોરચા હિમાચલ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તિલકરાજ કરશે.
મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુ માટે બનાવેલ સમોસા અને કેક તેના સુરક્ષા કર્મચારીઓને પીરસવામાં આવ્યાં હતાં જે અંગે વિવાદ ઉભો થયો હતો અને બાબત તપાસ સુધી પહોંચી હતો. આ અંગે CIDએ તપાસ કરી કે કોની ભુલથી મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા સમોસા અને કેક CMના સ્ટાફને પીરસવામાં આવ્યાં હતાં. ભાજપ આ મુદે સરકાર પર હુમલો કરી રહી છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સુખ્ખુ સરકારની કાર્યશૈલી પર, ચિંતા જાહેર કરીને કહ્યું, કે પ્રદેશની કોંગ્રેસ સરકાર વિકાસની ચિંતા કરવાના બદલે સમોસાની ચિંતા કરી રહી છે.
