CAA અને GSTના વિરોધને લઇને પ્રધાનમંત્રીના રાજયસભામાં વિપક્ષ પર વાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો ગઈકાલે લોકસભામાં જવાબ આપ્યા બાદ રાજ્યસભામાં પણ જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 45 થી વધુ સભ્યોએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાના વિચારો જણાવ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો ગઈકાલે લોકસભામાં જવાબ આપ્યા બાદ રાજ્યસભામાં પણ જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 45 થી વધુ સભ્યોએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાના વિચારો જણાવ્યાં છે. તેનાથી ઘણું બધું શિખવા મળ્યું છે, તો નવા દશકના સત્રમાં નિરાશા પણ મળી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગત સંસદ સત્રમાં ઘણું કામ થયું હતું અને સદનથી દેશને ઘણી અપેક્ષાઓ છે અને પોતાની સરકારની ઉપલબ્ધીનું પણ વર્ણન કર્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ CAA અને GSTને લઈને વિરોધ કરી રહેલા વિપક્ષી સભ્યોની ટિકા પણ કરી હતી. તેમજ પ્રધાનમંત્રી મોદીએ આ સત્ર અર્થવ્યવસ્થા, આર્થિક નીતિ અને પરિસ્થિતિ પર ચર્ચા માટે સમર્પિત થાય તેવો પણ અનુરોધ કર્યો હતો.
