ભારતે UNમાં પાકિસ્તાનની કટ્ટરપંથી માનસિકતાની કરી નિંદા, કહ્યું: કાશ્મીર...
પાકિસ્તાનની "કટ્ટરપંથી માનસિકતા"ની નિંદા કરતા UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં અથવા આ વાસ્તવિકતા બદલી શકાય નહીં કે આ ક્ષેત્ર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. પી. હરીશે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા સામે લડવા માટે યોજાયેલી મહાસભાની અનૌપચારિક બેઠક દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ તહમીના જંજુઆએ ઉઠાવેલા કાશ્મીરના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી.