સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજય તરફ આગળ. રાજ્યના 28 જિલ્લાઓની 75 નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામોમાં 30 નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે, અને 14 નગરપાલિકામાં તે આગળ ચાલી રહ્યો છે. જ્યારે 27 નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે, અથવા તો તે આગળ છે. ભાજપ રાજકોટ મહાનગરપાલિકામાં વિજયી થયો છે. ભાજપ જ્યાં વિજયી થયો છે તેમાં જસદણ, વિદ્યાનગર, વડનગર, સાણંદ, તળાજા, હળવદ, ખાંટવા, કોડીનાર, લાઠી, જાફરાબાદ, ખેરાળુ, કરમસદ, સોનગઢ, બાવળા, માણસા, દ્વારકા, ગારિયાધાર, ભાણવડ, કુતિયાણા, ચલાલા, ગઢડા, ઈડર, પ્રાંતિજ, જામજોધપુર, ધ્રોળ, છાયા, ભચાઉ, વિજલપોર અને બિલિમોરાનો સમાવેશ થાય છે.