આજથી કાશીમાં શાંઘાઇ સહયોગ સંગઠનના પ્રર્યટન મંત્રીઓની બે દિવસીય બેઠક શરુ
Live TV
-
બેઠકમાં સભ્ય દેશો વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગના વિકાસને લઇને સંયુક્ત પર્યટન કાર્ય યોજનાને મળશે મંજુરી
કેન્દ્રીય પર્યટન મંત્રાલય આજથી બે દિવસ માટે વારાણસીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સાથે બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકમાં SCO દેશો વચ્ચે પર્યટન ક્ષેત્રે સહકારના વિકાસને લઈને પ્રવાસન કાર્ય યોજના લાગુ કરવામાં આવશે. કાશીને SCOની પ્રથમ સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવી છે. તાજેતરમાં ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું સભ્ય છે. આ પહેલા 14 માર્ચે ભારતની અધ્યક્ષતામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બીજા પર્યટન વિશેષજ્ઞ કાર્ય સમૂહની બેઠક વારાણસીમાં યોજાઈ હતી. આ બેઠકમાં પર્યટન ક્ષેત્રે સહકારના વિકાસ પર શાંઘાઈ સંગઠન દેશો વચ્ચે થયેલા મહત્ત્વપૂર્ણ કરારોના અમલીકરણ પર સંયુક્ત કાર્ય યોજના પર ચર્ચા કરવામાં આવી હતી.
