ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ભારતની 4 દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા
Live TV
-
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી Anthony Albanese આજથી ભારતના પ્રવાસે આવી ગયા હતા. સાંજે ચાર કલાક ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા. આ પ્રસંગે એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી Anthony Albanese આજથી ભારતના પ્રવાસે આવી પહોચ્યા છે. PM Albanese ચાર દિવસની મુલાકાત માટે આજે અમદાવાદ પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જો કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. આ દરમિયાન તેમની સાથે મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભારત આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને પીએમ Albanese વેપાર, રોકાણ, ખનિજ ઉદ્યોગ, ઉર્જા, સંરક્ષણ સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
