Skip to main content
Settings Settings for Dark

ભારતીય નાગરિકોને અસ્થાયી રહેઠાણથી વોટિંગનો અધિકાર આપવા કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કામગીરી

Live TV

X
  • રોજગાર, શિક્ષણ અને અન્ય કારણોથી મૂળ વતનથી દૂર રહેતા નાગરિકોને અસ્થાયી રહેઠાણથી વોટિંગનો અધિકાર આપવા કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરૂ

    દેશમાં કોઈ પણ જગ્યાએથી હવે મતદાર મતદાન કરી શકશે. રોજગાર, શિક્ષણ અને અન્ય કારણોથી મૂળ વતનથી દૂર રહેતા નાગરિકોને અસ્થાયી રહેઠાણથી વોટિંગનો અધિકાર આપવા કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે.

    મોટાભાગે ચુંટણીમાં મતદાનનું પ્રમાણ 60-70%ની આસપાસ રેહતું હોય છે. કોઈને કોઈ કારણોસર લોકો મતદાન કરવાનું ટાળતાં હોય છે કે ટાળવું પડતું હોય છે. જેનાથી પાર્ટીઓને પણ નુકસાન થાય છે. સરકાર તરફ થી પૂર્ણ પ્રયાસ છતાં આ ટકાવારી હજુ સુધી વધી નથી. એવામાં કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા ભવિષ્ય બદલી નાખે એવા વિચાર પર કામ થઈ રહ્યું છે.   

    અસ્થાયી રહેઠાણથી વોટિંગના અધિકાર માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સલાહ સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. રિમોટ વોટિંગની સુવિધા શરૂ થતાં પ્રવાસી મતદારોને મતદાન કરવા પોતાના વતન જવાની ઝંઝટમાંથી  મુક્તિ મળશે. સરકારને આશા છે કે આનાથી મતદાનનું પ્રમાણ વધશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply