Skip to main content
Settings Settings for Dark

ચુંટણી દરમ્યાન ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મોનિટરિંગ રૂમ દ્વારા મતદાન મથકો પર ચાંપતી નજર રખાશે

Live TV

X
  • 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50%થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તા. 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે; એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

    મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

    મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે.

    પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે, તે તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત હોય છે. વધુમાં, લાઈવ વેબકાસ્ટિંગથી આ તમામ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply