પશ્ચિમ બંગાળના રાજ્યપાલે ચૂંટણી હિંસા અંગે અમિત શાહ સાથે મુલાકાત કરી
Live TV
-
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને રાજ્યપાલ સી.વી.આનંદ બોસે આજે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી.આનંદ બોસ આજે નવી દિલ્હી ખાતે ચૂંટણી હિંસા અંગેનો રિપોર્ટ ગૃહમંત્રાલયને સોંપવા દિલ્હી પહોંચ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ગત તા 8 જુલાઈના રોજ પંચાયત ચૂંટણીમાં 73,887 ગ્રામ પંચાયત સીટોમાં 64874 પર મતદાન થયુ હતું પરંતુ કેટલાક સ્થળોએ ચૂંટણી દરમિયાન હિંસા, મારામારી, મતદાન પેટીઓની લૂંટ, બૂથ લૂંટવાની ઘટના અને આગ લગાવવાની ઘટનાઓ સામે આવી હતી. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા બાદ આજે ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દક્ષિણ 24 પરગણા જિલ્લાના 36 બૂથ અને વીરભૂમની 13 બેઠકો પર ફરી મતદાન કરવામાં આવશે. આ માટે આવતીકાલે સોમવારે મતદાનનું આયોજન કરાયું છે.
