ભાજપની બેઠકમાં આજે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર સહમતિ બનવાની શક્યતા
Live TV
-
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે દિલ્હીમાં યોજાશે. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામ પર સહમતિ બને તેવા અણસાર છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા સામેલ છે.
છત્તીસગઢ ચૂંટણીને લઈને ગઈકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા સાથે છત્તીસગઢ બીજેપી કોર કમિટીના તમામ નેતાઓ હાજર હતા. આજની બેઠકમાં મધ્યપ્રદેશના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી પણ શકયતા છે. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશના 39 અને છત્તીસગઢના 81 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
આ ઉપરાંત, તમિલનાડુ બીજેપીના ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિએ નવી દિલ્હીમાં બીજેપી મુખ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં રાજ્યની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારની મદદથી અહીં દરેક ક્ષેત્રમાં વિકાસ પૂરજોશમાં થઈ રહ્યો છે. રાજ્યના ઘણા લોકો કેન્દ્ર સરકારની લાભકારી યોજનાનો સીધો લાભ લઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ ફરી એકવાર તમિલનાડુમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
