Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભામાં આજે 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા, PM મોદી પણ હાજર રહે તેવી શક્યતા

Live TV

X
  • આજે, મંગળવારે રાજ્યસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ થશે. આ ચર્ચામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર ભાગ લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ચર્ચામાં હાજર રહે તેવી અપેક્ષા છે.

    આ ચર્ચા લોકસભામાં સોમવારે થયેલી તીવ્ર ચર્ચા બાદ થઈ રહી છે, જ્યાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના પ્રારંભિક ભાષણમાં પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "ભારત કોઈપણ ઉશ્કેરણીનો જવાબ આપવામાં સંકોચ નહીં કરે. આતંકવાદને સમર્થન આપનારાઓ માટે આ સ્પષ્ટ સંદેશ છે કે ભારત આક્રમકતાનો નિર્ણાયક રીતે જવાબ આપશે." તેમના આ નિવેદનને શાસક પક્ષના સાંસદોએ મેજ થપથપાવીને સમર્થન આપ્યું હતું.

    'ઓપરેશન સિંદૂર'નો ઉદ્દેશ્ય અને સફળતા
    'ઓપરેશન સિંદૂર' 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકોના જીવ ગયા હતા. ભારતીય સેના, વાયુસેના અને ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત પ્રયાસથી શરૂ કરાયેલા આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદ પારના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો.

    ભારતને મળેલા આંતરરાષ્ટ્રીય સમર્થન અને સહાનુભૂતિ પર ભાર મૂક્યો
    રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા અને પાકિસ્તાન તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓને સચોટ હુમલાઓથી નષ્ટ કરવામાં આવ્યા. જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ લોકસભામાં પોતાના સંબોધનમાં આ ઓપરેશન માટે ભારતને મળેલા આંતરરાષ્ટ્રીય સમર્થન અને સહાનુભૂતિ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, ભારતની રાજદ્વારી પ્રયાસોએ દુનિયાને આ કાર્યવાહીની જરૂરિયાત અને વાજબીતા સમજાવવામાં મદદ કરી.

    'બંનેના ભાષણમાં નવા ભારતની તાકાત અને દ્રઢતા ઝલકે છે'- PM
    બાદમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પોસ્ટ દ્વારા રાજનાથ સિંહ અને જયશંકરના ભાષણની પ્રશંસા કરી અને તેમને "પ્રભાવશાળી" ગણાવ્યા. તેમણે ભારતીય સેનાની બહાદુરી અને વ્યાવસાયિક વલણની પ્રશંસા કરતા કહ્યું, "બંનેના ભાષણમાં નવા ભારતની તાકાત અને દ્રઢતા ઝલકે છે." 

    રાજ્યસભામાં થનારી આ ચર્ચાથી 'ઓપરેશન સિંદૂર'ના અમલીકરણ અને તેની અસરો પર વધુ પ્રકાશ પડવાની અપેક્ષા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply