લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 6 રાજ્યના ગૃહસચિવને હટાવાયા
Live TV
-
લોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી ગુજરાત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો જે-તે રાજ્યની સરકારને આદેશ કર્યો છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવને હટાવવાના આદેશ કર્યા છે, તેમાં ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશના ગૃહસચિવનો સમાવેશ થાય છે.
ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તરાખંડના શૈલેશ બૌલી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ સામેલ છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. તો મિઝોરમ અને હિમાચલપ્રદેશમાં જનરલ રેકોર્ડ વિભાગના સેક્રેટરીને પણ હટાવી દેવાયા છે.
આ કાર્યવાહી અંગે માહિતી આપતા ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે.
