Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત કુલ 43 ઉમેદવારોના નામ જાહેર

Live TV

X
  • લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે મંગળવારે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. ગુજરાતના 7 ઉમેદવારોનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, ​​બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત  પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા​​​​​​​, અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ અપાઈ છે.

    પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથને છિંદવાડાથી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે. આસામ 12, મધ્યપ્રદેશ 10, રાજસ્થાન 10, ઉત્તરાખંડ 3 અને દમણના 1 ઉમેદવારનું નામ સામેલ છે. આ યાદીમાં OBC- 13, SC-10, ST-9 અને એક મુસ્લિમ છે. 

    આ અગાઉ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવાઈ હતી. જેમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવાર સહિત કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. 

    કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 82 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply