Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી 2024ના અંતિમ બે તબક્કા માટે પૂરજોશમાં પ્રચાર

Live TV

X
  • લોકસભાની ચૂંટણી 2024 માટે હવે માત્ર બે તબક્કામાં મતદાન બાકી છે... 25 મે અને 1 જુનના રોજ આ મતદાન થશે. બે તબક્કામાં મતદાનને લઈ દરેક પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે, ગત પાંચ તબક્કામાં તેમણે તેમની મંઝીલ હાંસલ કરી લીધી છે. પરંતુ બાકીના બે તબક્કામાં તેઓ વિપક્ષને પરાસ્ત કરવા માટે ચૂંટણી જંગ લડી રહ્યા છે.

    ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ આજે ઓડીશાના પ્રવાસે છે. જેમાં તેઓ સંબલપુર, કેન્દુઝર, ઢેકાનાલ અને નયાગઢમાં સભા કરશે. તો બીજી તરફ  જે.પી.નડ્ડા આજે હરિયાણાના રોહતક અને જીંદ માં રોડ-શો કરશે. સાંજે પશ્ચિમ દિલ્હીમાં પણ રોડ-શો કરી મોડી રાત્રે ચાંદની ચોકમાં જનસભા કરશે.

    વિપક્ષ પણ લોકસભાની ચૂંટણી માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરશે. સાથે જ જમશેદ પુરમાં પણ એક જનસભા સંબોધિત કરશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને ડીમ્પલ યાદવ પ્રયાગરાજમાં સંયુક્ત રોડ-શો કરશે. કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જુન ખડગે આજે ચંડીગઢ અને હરિયાણામાં પ્રચાર કરશે. આપ નેતા અરવિંદ કેજરીવાલ પણ આજે ઝારખંડના જમશેદ પુરમાં સભા કરશે. તો બસપા સુપ્રીમો માયાવતી ઉત્તરપ્રદેશના જોનપુરમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply