J&Kમાં જિલ્લા વિકાસ પરિષદ અને પંચાયતના પેટા ચૂંટણીના મતદાનનો આજથી આરંભ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના અને પંચાયતના સૌથી પહેલાં પેટા ચૂંટણીના મતદાનનો આજથી આરંભ થયો છે. આઠ ચરણોમાં થનાર આ ચૂંટણીની 43 સીટો માટે કુલ 280 ઉમેદવાર મેદાનમાં છે. સરપંચની પણ ચૂંટણી કરાવવામાં આવી રહી છે. મતદાન દરમિયાન કોવિડની સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવાનો અનુરોધ કરાયો છે. મતદાન પ્રક્રિયાનો સમય બે વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં પહેલી વખત પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ, વાલ્મીકી સમુદાય અને ગુરખાઓને પણ મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 19 ડિસેમ્બર સુધી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણીના પરિણામ 22 ડિસેમ્બરે જાહેર કરાવામાં આવશે.
