Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ 'ઓપરેશન સિંદૂર' પર રક્ષા અને વિદેશ મંત્રીઓના ભાષણોની પ્રશંસા કરી

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર વિશેષ ચર્ચા ચાલી રહી છે. સત્ર દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાષણ આપ્યું અને 'ઓપરેશન સિંદૂર'ની સફળતા તેમજ આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ટોચના નેતાઓના ભાષણોની પ્રશંસા કરી.

    PM નરેન્દ્ર મોદીએ રાજનાથસિંહના ભાષણને ઉત્કૃષ્ટ ગણાવ્યું
    વડાપ્રધાન મોદીએ સંસદના ચોમાસુ સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર થઈ રહેલી વિશેષ ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભાષણને ઉત્કૃષ્ટ ગણાવ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, "રક્ષા મંત્રી રાજનાથ સિંહનું ઉત્કૃષ્ટ ભાષણ, જેમાં તેમણે ભારતના સુરક્ષા તંત્રની સફળતા અને ઓપરેશન સિંદૂરમાં આપણા સશસ્ત્ર દળોના સાહસ પર ગહન દ્રષ્ટિકોણ રજૂ કર્યો."

    'આતંકવાદ સામે લડવામાં ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ'
    વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણ વિશે જણાવવા બદલ વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની પણ પ્રશંસા કરી. તેમણે 'X' પર લખ્યું, "વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરનું ભાષણ ઉત્કૃષ્ટ રહ્યું. તેમણે આ વાત પર પ્રકાશ પાડ્યો કે કેવી રીતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદના ખતરા સામે લડવામાં ભારતનો દ્રષ્ટિકોણ દુનિયા સામે સ્પષ્ટપણે આવ્યો છે."

    આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન પર આકરા પ્રહારો
    આ પહેલા, રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂરની વ્યાપક સફળતા વિશે જણાવ્યું. તેમણે ભારતીય સેનાઓની બહાદુરીની પ્રશંસા કરતા આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા.

    'આપણે કોઈને એક ઇંચ જમીન પર કબજો કર્યો નથી'
    રાજનાથ સિંહે કહ્યું, "આપણો ઇતિહાસ છે કે આપણે ક્યારેય કોઈની એક ઇંચ જમીન પર કબજો કર્યો નથી. સિંહ જો દેડકાઓને મારે તો તેનો બહુ સારો સંદેશ જતો નથી. આપણી સેના સિંહ છે. પાકિસ્તાન જેવું, જે પોતાના અસ્તિત્વ માટે બીજાઓ પર આશ્રિત હોય, તેની સાથે મુકાબલો કરવાનો અર્થ છે આપણું સ્તર નીચું લાવવું. આપણી નીતિ છે, આતંકવાદ સામે પ્રભાવી કાર્યવાહી કરવી. આપણો પાકિસ્તાન વિરોધ તેમની આતંકવાદની નીતિના કારણે છે."

    ઓપરેશન સિંદૂર દરમિયાન આંતરરાષ્ટ્રિય દબાણની ભૂમિકા પર પૂર્ણવિરામ
    બીજી તરફ, વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદ સત્ર દરમિયાન આતંકવાદ સામે ભારતની ઝીરો-ટોલરન્સ નીતિને ફરી એકવાર સ્પષ્ટ કરી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન પર વાતચીત થઈ ન હતી. 22 એપ્રિલથી 17 જૂન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન કોલ થયો ન હતો." વિદેશ મંત્રીએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આંતરરાષ્ટ્રીય દબાણની કોઈ ભૂમિકા નહોતી તેવી અટકળો પર પણ પૂર્ણવિરામ મૂક્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply