અમદાવાદઃ ગામડાની હસ્તકળા અને હુન્નરને આગળ લાવવા સરસમેળો-2021નો આરંભ
Live TV
-
ગ્રામ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સરસ મેળો-2021નો કૃષિમંત્રી આર.સી. ફળદુએ અમદાવાદના રિવરફ્રંટ ખાતે શુભારંભ કર્યો હતો.
ગ્રામ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સરસ મેળો-2021નો કૃષિમંત્રી આર.સી. ફળદુએ અમદાવાદના રિવરફ્રંટ ખાતે શુભારંભ કર્યો હતો. મેળાને ખૂલ્લો મૂકતાં કૃષિમંત્રીએ કહ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં કોઈ પાછળ ન રહી જાય તે માટે રાજ્યમાં સ્વ સહાય જૂથની મહિલાઓ તેમના હુન્નર અને બાવડાના બળે આજીવિકાના ક્ષેત્રમાં આગળ વધે તે માટે આવા મેળા દ્વારા પ્લેટફોર્મ મળે છે.
કોરોના કાળમાં પણ સ્વ સહાય જૂથની મહિલાઓએ 80 હજાર માસ્કનું વિતરણ કરી દેશ સેવામાં આગવી ભૂમિકા ભજવી છે. તારીખ 5 માર્ચથી 14 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની સાથે-સાથે હસ્તકળા, હેન્ડલુમ, ફૂડ પ્રોડક્ટ્સ પણ ગ્રામીણ મહિલા જૂથો દ્વારા રજૂ કરવામાં આવશે.
