કોલેજોના પ્રાધ્યપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયર્સ ચૂકવાશેઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Live TV
-
ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા બજેટસત્ર દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. હવેથી રાજ્યની યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન સરકારી-બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના પ્રાધ્યપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયર્સ ચૂકવાશે.

યુજીસીની ભલામણ મુજબ કેન્દ્રીય સાતમા પગાર પંચના પગાર સુધારણાનો લાભ આપવામાં આવશે. આ લાભ શિક્ષણ વિભાગના તા.૧ ફેબ્રુઆરી 2019ના ઠરાવ મુજબ 1 જાન્યુઆરી 2016 થી આપવામાં આવશે.
આ સાથે વિધાનસભામાં પરિવહન માટે થયેલી જાહેરત પ્રમાણે જનતાની સેવા માટે 800 ડિલક્ષ પ્રકારની અને 200 સ્લિપર કોચ મળીને કુલ 1,000 નવી બસો કાર્યરત કરવામાં આવશે. જે માટે 270 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. લાંબા અંતરની મુસાફરી માટે 500 આરામદાયક વોલ્વો બસ પીપીપી ધોરણે શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ કોરોનાની રસી લીધા બાદ નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં હાજર ધારાસભ્યો અને નેતાઓને કોરોનાની રસી લેવા અપીલ કરી હતી.