PM નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ પર રાજ્યાપાલ, CM રુપાણી સહિતના નેતાઓએ આવકાર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયામાં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સને સંબોધન કરવા ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી કેવડીયા જવા માટે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયામાં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સને સંબોધન કરવા ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી કેવડીયા જવા માટે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તેમનું સ્વાગત અભિવાદન કરી આવકાર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ટેન્ટ સીટીમાં યોજાઈ રહેલી આ સંયુક્ત કમાંડર સંમેલનમાં આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓ સાથે CDS જનરલ બિપિન રાવત દેશની સુરક્ષા સ્થિતીની સમિક્ષા કરી રહ્યા છે. ગઈકાલે 5 માર્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને સેનાના વડાઓ સાથે ચર્ચા કરી હતી.
આજે પીએમ મોદી કેવડિયા ખાતે આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે સંબોધન કરશે.
