Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ પ્રાથમિક શાળાની શિક્ષિકાના પ્રયત્નોથી વિદ્યાર્થીનીઓની હાજરી સો ટકા થઈ

Live TV

X
  • માસિકધર્મની ગેર સમજ દુર કરવા માટે થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પ્રયત્નો ચાલુ કર્યા હતા. શિક્ષિકા દિપ્તીબેન ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીનીઓના વાલીઓને સમજાવે છે અને સેનેટરી પેડનુ મફત વિતરણ પણ કરે છે.

    માસિકધર્મની ગેર સમજ દુર કરવા માટે થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પ્રયત્નો ચાલુ કર્યા હતા. શિક્ષિકા દિપ્તીબેન ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીનીઓના વાલીઓને સમજાવે છે અને સેનેટરી પેડનુ મફત વિતરણ પણ કરે છે.

    થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા દિપ્તીબેન ગોહેલને શાળાએ જોડાયા બાદ  જણાયું કે છોકરાઓ કરતાં છોકરીઓ શાળામાં ઓછી આવે છે. આથી તેઓ છેલ્લાં 12 વર્ષથી માસિક ધર્મ અંગે બાળાઓ અને મહિલાઓના મનમાં વ્યાપેલી ગેર  માન્યતાઓ દુર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ સ્વખર્ચે સેનેટરી પેડ ખરીદી ઘેર-ઘેર બાળાઓ મહિલાઓને તેના વિતરણનું સેવા કાર્ય પણ કરી રહ્યા છે. આ કામમાં તેમના શિક્ષક પતિ, પુત્ર અને પુત્રીનો સહયોગ પણ તેમને  સાંપડ્યો હતો. તેમણે બાળાઓને સેનેટરી પેડનો ઉપયોગ અને તેના ફાયદાની સમજ આપતા બાળાઓ તેનો ઉપયોગ કરતી થઇ હતી. જેના પરીણામે બાળાઓની હાજરી 100% થઇ હતી. આ શિક્ષિકા વાલીઓને પણ  માર્ગદર્શન આપે છે. માસિક ધર્મના સમયમાં પણ દીકરીને સ્કૂલ મોકલવા માટે અપીલ કરે છે.  માર્ગદર્શન મેળવ્યા બાદ વાલીઓ પણ પોતાની દીકરીને આ સમયમાં સ્કૂલ મોકલતા થયા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply