રાજકોટ: હાઇકોર્ટે ફાયર સેફ્ટીનાં સાધનો વગર ધમધમતી શાળાઓ મુદ્દે આકરું વલણ દાખવ્યું
Live TV
-
હોસ્પિટલ બાદ હાઇકોર્ટે ફાયર સેફ્ટીનાં સાધનો વગર ધમધમતી શાળાઓ મુદ્દે પણ આકરું વલણ દાખવ્યું છે. રાજકોટ મનપાનાં ફાયર વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગે ફાયર સેફટી તેમજ NOC ન હોય તેવી શાળાઓને નોટિસ પાઠવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, ઓકટોબર સુધીમાં 350 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી હતી. હાલમાં વધુ 296 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી છે, તો 400 જેટલી શાળાઓએ ફાયર NOC બાબતે અરજી કરી છે. આ ઉપરાંત 300થી વધુ શાળાઓએ ફાયર NOC બાબતે કોઈ અરજી કરી નથી. ત્યારે આગામી 15 દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મોકલવામાં આવેલા નોટિસ મામલે જો કોઈ શાળા પ્રત્યુતર તેમજ સંતોષકારક જવાબ નહીં આપે તો, તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
