Skip to main content
Settings Settings for Dark

રાજ્યનાં ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ “નલ સે જલ” યોજના હેઠળ આવરી લેવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Live TV

X
  • રાજ્યનાં ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ ‘નલ સે જલ’ યોજના હેઠળ આવરી લેવાશે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે. વિધાનસભા ગૃહમાં આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે, વર્ષ 2022 સુધી તબક્કાવાર રાજ્યનાં તમામ ગામોને નળથી પાણી પુરું પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત 82 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં ‘નલ સે જલ’ નેટવર્ક ઉભું કરવા લિફ્ટ ઈરીગેશન કરવાની યોજના કાર્યરત છે. તેમજ નાગરિકોને પાણીજન્ય રોગોથી બચાવવા શુદ્ધ અને 100 ટકા ફિલ્ટર્ડ પાણી આપવાની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply