Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 7મી માર્ચથી ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ-2021ની શરૂઆત થશે

Live TV

X
  • અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે વલ્લભસદનની પાછળ આવતીકાલે “ફાર્મ ફેશ ફેસ્ટીવલ-૨૦૨૧" યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે સાડા દસ વાગે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યનાં દરેક જિલ્લામાંથી આગવી ઓળખ ધરાવતા ફળ, શાકભાજી, મસાલા પાકો, ફૂલ, કાજુ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું 125 જેટલા સ્ટોલ ઉપરથી ખેડૂતો મારફત શાકભાજી, ફળફળાદી, મધ, મસાલા પાકો, ફૂલ-પાક, જૈવીક ખેતીથી કરેલ ઉત્પાદન, ફળ-શાકભાજીની વિવિધ બનાવટો વગેરેનું સીધું વેચાણ હાથ ધરવામાં આવશે. “ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ’’માં ખેડૂતોને તેમની સ્વસ્થ, પૌષ્ટિક અને કુદરતી રીતે ઉત્પાદિત ખેતપેદાશો અને મૂલ્ય વર્ધક ઉત્પાદનોને વેચવા માટે સીધું માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આવા ઉત્પાદકોનાં આશરે 30 સ્ટોલ આરોગ્યસભાન નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply