Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં “ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ-૨૦૨૧”નું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યુ

Live TV

X
  • રાજ્યના ખેડુતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પગલું ભર્યુ છે. રાજ્યના ખેડૂતો આરોગ્યપ્રદ ફળ-શાકભાજી જેવા બાગાયતી ઉત્પાદનો સીધા ગ્રાહક સુધી વેચાણ કરી શકે તે આશયથી અમદાવાદમાં “ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ-૨૦૨૧”નું આયોજન કરાયું છે.

    અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આજથી બે દિવસ “ફાર્મ ફેશ ફેસ્ટીવલ-૨૦૨૧" યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ કર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. મહત્વનું છે કે, આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાંથી આગવી ઓળખ ધરાવતા ફળ, શાકભાજી, મસાલા પાકો, ફૂલ, કાજુ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું 125 જેટલા સ્ટોલ્સ ઉપરથી સીધું વેચાણ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે રાજ્યપાલે ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી જિલ્લો જાહેર કર્યો હતો આ જિલ્લાના ખેડૂતો હવેથી કોઈ પણ ખેત ઉત્પાદનમાં પેસ્ટીસાઈડ કે ખાતરનો ઉપયોગ કરશે નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ જીવન માટે હવે પેસ્ટીસાઈડ વગરના ખેતી સાધનોની માગ વધી છે ત્યારે ખેડૂતોને ખરા અર્થમાં તેમની કૃષિ આવક મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply