Skip to main content
Settings Settings for Dark

NASAના મંગળયાનની સાથે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને CM રુપાણીનુ નામ મંગળ પર પહોંચ્યુ

Live TV

X
  • અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર પોતાનું પર્સિવરન્સ રોવર મોકલી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીનુ નામ પણ આ યાન સાથે જોડાયુ છે અને તેમનુ નામ મંગળ ગ્રહ પર યાન સાથે પહોંચ્યુ છે

    તેમનુ નામ મંગળ ગ્રહ પર યાન સાથે પહોંચ્યુ છે.

    પર્સિવરન્સ રોવર નાસા દ્વારા મંગળ ગ્રહ પર હમણાં થોડા સમય પહેલાં મોકલાયુ હતુ. આ પહેલાં નાસા દ્વારા સેન્ડ યોર નેમ ઓન માર્સ પ્રોગ્રામ ચલાવાયો હતો. આ પ્રોગ્રામ મૂળ આણંદ જિલ્લાની અને ન્યૂ યોર્કમાં અભ્યાસ કરતી એકતા શાહના ધ્યાનમાં આવતા તેણે તેના પિતા અર્જુન શાહને આ અંગે જાણ કરી હતી. એકતા શાહ ન્યૂયોર્કમાં રોન્ચિસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી યુનિવર્સીટમાં એસ્ટ્રો ફિઝિક્સમાં પીએચડીનો અભ્યાસ કરી રહી છે. એકતા શાહના પિતા અર્જુન ભાઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામ મંગળ ગ્રહ પર મોકલાનુ પસંદ કર્યુ હતુ.

    અર્જુનભાઈએ આ ત્રણેય ગુજરાતી નેતાઓના નામ NASAને 23 મે 2019ના રોજ મોકલી આપ્યા હતા. ત્યારે હવે જ્યારે મંગળપર પર્સિવરન્સ રોવર પહોંચ્યુ છે તો તેની સાથે આપણા દેશના ત્રણેય ગુજરાતી નેતાઓના નામ પણ મંગળ પર પહોંચ્યા છે. અર્જુનભાઈને આ નેતાઓના નામ મંગળ પર પહોંચી જતા ખુશી થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply