ગુજરાત વિધાનસભાઃ CM એ રાજ્યપાલના અભિભાષણને વિકાસની નવી દિશા ખોલનારું ગણાવ્યું
Live TV
-
મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહને રાજ્યપાલે કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારીની સાથે સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ ગઈકાલે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો.
ચૌદમી ગુજરાત વિધાનસભાની આજની કામગીરીમાં મહેસૂલ, શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ, પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યપાલના અભિભાષણને વિકાસની નવી દિશા ખોલનારું, રાજ્ય સરકારને અને ગુજરાતને વધુ ગૌરવવંતી કામગીરી માટે પ્રેરણા આપનારું ગણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022ના અંત સુધીમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યનું એક પણ ઘર બાકી નહીં રહે. તો ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ ઈરીગેશન થકી ‘નલ સે જલ’ યોજના નેટવર્ક પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે જે આગામી 17 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હોવાનું પણ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાગૃહમાં પુછાયેલ પ્રશ્નનો ઉત્તર અપાતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
