અમરેલીઃ બાબરાના શિરવાણીયા ગામેથી સવા વિઘામાંથી અફિણની ખેતી ઝડપાઈ
Live TV
-
અમરેલી પોલીસને મળેલી બાતમીના આધારે શિરવણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે ત્રણ જુદા-જુદા ખેતરોમાં ગેરકાયદેસર રીતે કરાયેલી અફિણની ખેતી ઝડપી પાડી હતી.
અમરેલી પોલીસને મળેલી બાતમીના આધારે શિરવણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે ત્રણ જુદા-જુદા ખેતરોમાં ગેરકાયદેસર રીતે કરાયેલી અફિણની ખેતી ઝડપી પાડી હતી.
પોલીસે કરેલી કાર્યવાહી પ્રમાણે ત્રણ વાડી માલીકોએ પોતાના ખેતરમાં અફિણના છોડ વાવ્યા હતા. પોલીસને મળેલી બાતમી પ્રમાણે કાર્યવાહીમાં ખેતરમાંથી અફિણના છોડ ઝડપાયા હતા. જે કુલ 32,44,210 રુપિયાની કિંમતનો અફીણનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્રણેય ખેતરના માલિકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.
