Skip to main content
Settings Settings for Dark

મહાત્મા મંદિર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રીનાં હસ્તે મહિલાઓને ચેક વિતરણ કરાશે

Live TV

X
  • વિશ્વ મહિલા દિવસની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે મહાત્મા મંદિર ખાતે આવતીકાલે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજનાનાં લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે. આ અંગે માહિતી આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગનાં કમિશનર મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ.આઇ.સી. સાથે એમ.ઓ.યુ. કરાશે અને આ યોજના અંતર્ગત એલ.આઇ.સી.ને 22 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાશે. આ ઉપરાંત, રાજ્યવ્યાપી ડી.બી.ટી. પોર્ટલનાં માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનનાં ચુકવણીનો પણ પ્રારંભ કરાશે. આ ઉપરાંત જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ચિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોન્ચિંગ કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply