આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, મહિલાઓની સફળતાને ઉજાગર કરવાનો દિવસ
Live TV
-
દુનિયાભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજની સ્થિતિમાં મહિલાઓ સમાજ, શિક્ષણ, રાજનિતી, અને અર્થશાસ્ત્ર સહિત તમામ ક્ષેત્રોમાં ખૂબ આગળ વધી ગઇ છે. મહિલાઓની આ સફળતાને ઉજાગર કરવા સમગ્ર દુનિયામાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

દરેક ક્ષેત્રમાં આગળ વધી રહેલી મહિલાનું સન્માન કરવા માટે કોઇ એક દિવસની જરૂર નથી, પરંતુ આ દિવસ દરમિયાન મહિલાઓને તેમનો હક્ક, તેમની પ્રતિભા અને તેમને સમાજમાં બરાબરીનું સન્માન આપવા માટે જાગૃત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંદેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તમામ મહિલાને શુભેચ્છા પાઠવી હતી. મહિલાઓ અમારા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણા છે. ભારતીય મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરી છે.