Skip to main content
Settings Settings for Dark

આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી

Live TV

X
  • અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે.

    આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે છે. 

    આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની પણ શક્યતાઓ છે. એટલે કે, સૌરાષ્ટ્રવાસીઓ દિવસે હીટવેવમાં શેકાશે તો સાંજે વરસાદથી ભીંજાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેર અને સુરતમાં હીટવેવની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે.

    આગામી બે દિવસ બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા હવે ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેને કારણે તાપમાનમાં વધારો થશે તથા ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહીને ફરી એકવાર એક ડિગ્રી તાપમાન વધી શકે છે. 

    હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. આથી આજે મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply