Skip to main content
Settings Settings for Dark

આજે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 

Live TV

X
  • દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અમદાવાદના મોટેરામાં દુનિયાનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન બાદ ભારત અને ઇગ્લેંડ વચ્ચેની ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઇગ્લેંડ વચ્ચેની વર્તમાન સિરિઝની આ ત્રીજી ટેસ્ટ હશે. દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રીજી ટેસ્ટ માટે મોટેરા સ્ટેડિયમ સજ્જ થઇ ચુક્યુ છે. પિંક બૉલથી ડે-નાઇટ મૅચ રમવામાં આવશે. આ સીરીઝ દરમિયાન ઝડપી બૉલરોનો દબદબો જોવા મળી શકે છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકો મેચ નિહાળી શકે છે. 63 એકરમાં ફેલાયેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. મુખ્ય મેદાન પર 11 સેન્ટર  પિચ છે. ક્રિકેટરોની સાથે અમદાવાદવાસીઓ પણ આ મેચ માટે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. 

    અમદાવાદ આવી પહોંચ્યા રામનાથ કોવિંદ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ગઈકાલે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતીએ ગાંધીનગરની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત પ્રાચીન કાળથી શિક્ષણનું ક્ષેત્ર રહ્યું છે આ ધરતીએ દયાનંદ સરસ્વતી, ગાંધીજી, સરદાર પટેલ સહીત વિવિધ મહાપુરુષો દેશને સમર્પીત કર્યા છે. 

    કોઈપણ યુનિવર્સિટીની વાસ્તવિક ઓળખ તેના બિલ્ડિંગ અને કેમ્પસથી નહીં પરંતુ વિદ્યાર્થીઓની પ્રતિભા અને શિક્ષકોના સમર્પણથી બને છે. તેમણે જણાવ્યું કે મને એ જાણીને આનંદ થાય છે કે અહીં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં લગભગ 55 ટકા દીકરીઓ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી વિશે વાત કરતા તેમણે કહ્યું કે આપણા દેશને નોલેજ સુપર શક્તિ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીય મૂલ્યોના આધારે આધુનિક નોલેજ વિઝનના શિક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં નોંધનીય છે કે ગુજરાતની આ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમાં વિવિધ 30 રાજ્યોના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ આજે વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધઘાટન કરશે જ્યા ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply