Skip to main content
Settings Settings for Dark

મોટેરા સ્ટેડિયમમાં આવનાર સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ લોકોને કોરોના ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે 

Live TV

X
  • આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવાના છે. ત્યારે કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મોટેરા સ્ટેડિયમમાં આવનારા સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે વિશેષ મેડીકલ ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

    આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે

    દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રીજી ટેસ્ટ માટે મોટેરા સ્ટેડિયમ સજ્જ થઇ ચુક્યું છે. પિંક બોલથી ડે-નાઇટ મેચ રમવામાં આવશે. આ સીરીઝ દરમિયાન ઝડપી બોલરોનો દબદબો જોવા મળી શકે છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકો મેચ નિહાળી શકે છે. 63 એકરમાં ફેલાયેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. મુખ્ય મેદાન પર 11 સેન્ટર  પિચ છે. ક્રિકેટરોની સાથે અમદાવાદવાસીઓ પણ આ મૅચ માટે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply