વડોદરાનાં સહજ રંગોળી ગ્રુપે મોટેરા સ્ટેડિયમ અને ભારતીય ખેલાડીઓનાં રંગોળી ચિત્રો તૈયાર કર્યા
Live TV
-
300 કલાકની મહેનત અને 150 કિલો રંગોળીના રંગોથી કુલ સાત રંગોળી ચિત્રો બનાવ્યા છે
આજે વિશ્વનાં સહુથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઉદ્ધાટન રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ કરવાના છે ત્યારે વડોદરાનાં સહજ રંગોળી ગ્રુપે મોટેરા સ્ટેડિયમ અને ભારતીય ખેલાડીઓનાં રંગોળી ચિત્રો તૈયાર કર્યા છે. જેમા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત ગુજરાતી ખેલાડીઓ હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા તથા જસપ્રિત બુમરાહના આબેહુબ રંગોળી ચિત્રો બનાવીને આકર્ષણનું કેન્દ્ર ઉભુ કર્યુ છે. કમલેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ મહીલા કાર્યકરો દ્વારા 300 કલાકની મહેનત અને 150 કિલો રંગોળીના રંગોથી કુલ સાત રંગોળી ચિત્રો બનાવ્યા છે. આ રંગોળીનું પ્રદર્શન સોશિયલ મીડિયામાં પ્રદર્શીત કરવામાં આવશે.
