Skip to main content
Settings Settings for Dark

ઈલેક્ટ્રિકલ વેસ્ટના રીસાયકલિંગ માટે સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી આપવા કાર્યક્રમ યોજવામાં આવ્યો 

Live TV

X
  • અયોગ્ય નિકાલના કારણે પર્યાવરણને અકલ્પનીય હદે નુકસાન પહોંચી રહ્યું છે

    ઇલેક્ટ્રોનિક ઉપકરણો જ્યારે નકામા બને ત્યારે સર્જાતો ભંગાર એટલે ઈ-વેસ્ટ. તેમના અયોગ્ય રીતે થતા નિકાલ દ્વારા પર્યાવરણને અકલ્પનીય હદે નુકસાન પહોંચી રહ્યું છે. વિદ્યાર્થીઓના માધ્યમથી આ બાબતે સમાજમાં જાગૃતિ પ્રસરે તે માટે સીવિએમ યુનિવર્સિટી અને ચારૂતર વિદ્યામંડળના એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રોનિકસ અને ઇલેક્ટ્રિકલ વેસ્ટનું નિરાકરણ અને નિવારણ થઇ શકે, તેનું રી સાયકલીંગ થઈ શકે તે માટેની સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

    સેમિનારની શરૂઆતમાં સી.વિ.એમ.ના માનદ સહમંત્રી વિશાલભાઈ પટેલે સેમિનારના આયોજન પાછળનો હેતુ સમજાવ્યો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં સિવિલ એન્જીનિયરીંગ વિભાગમાં કાર્યરત એસોસિયેટ પ્રોફેસર ડૉ. રેશ્મા પટેલે ઈ-વેસ્ટ મેનેજમેંટ વિષય પર વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આ પ્રસંગે ચારૂતર વિદ્યામંડળના પદાધિકારીઓ દ્વારા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સને ઈ-વેસ્ટ કલેક્શન બીન્સ આપવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply