Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરમાં ખેરના લાકડાની તસ્કરી ઝડપાઈ

Live TV

X
  • ગેરકાયદે હેરાફેરીની બાતમી મળતા વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી

    છોટાઉદેપુર વન વિભાગે પ્રતિબંધિત ખેરના લાકડાની તસ્કરીને ઝડપી પાડી છે. વન વિભાગની ટીમે 22 નંગ ખેરના લાકડા, બે જીપ સહિત 90 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ડોલરિયા રેન્જના રીંછવેલ ગામમાં ખેરના લાકડાની ગેરકાયદે હેરાફેરીની બાતમી મળતા વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી.

    જંગલ વિસ્તારમાંથી પ્રતિબંધિત સાગ અને ખેરના લાકડાની તસ્કરી

    આ ખેરના લાકડાનો જથ્થો કોણે ક્યાંથી કાપી અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી છે. છોટાઉદેપુર અંતરિયાળ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ત્યારે અવારનવાર જંગલ વિસ્તારમાંથી પ્રતિબંધિત સાગ અને ખેરના લાકડાની તસ્કરીના મામલા સામે આવતા હોય છે. છેલ્લા અઢી મહિનામાં ગેરકાયદે ખેરના લાકડાની તસ્કરીનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply