Skip to main content
Settings Settings for Dark

બનાસ ડેરીમાં 10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છાસ ઉત્પાદનનો હાઈટેક પ્લાન્ટ

Live TV

X
  • માનવશ્રમ વિના જ દરરોજની 2 લાખ લિટર છાસનું ઉત્પાદન 

    દૂધ ઉત્પાદનમાં એશિયામાં ડંકો વગાડનાર બનાસકાંઠાની બનાસ ડેરી હવે છાસના ઉત્પાદનમાં પણ હાઈટેક બની રહી છે. બનાસ ડેરીમાં 10 કરોડના ખર્ચે છાસ બનાવવાનો હાઈટેક પ્લાન્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં કોઈ માનવશ્રમના ઉપયોગ વિના જ દરરોજ બે લાખ લિટર અમૂલ મસ્તી મસાલા છાસનું ઉત્પાદન થઈ રહ્યુ છે.

    હ્યુમન ટચનો ઉપયોગ નહીં 

    આ મશીન ફુલ્લી ઓટોમેટેડ હોવાથી છાસ પેકિંગ સાથે બહાર આવે ત્યાં સુધી કોઈ હ્યુમન ટચનો ઉપયોગ થતો નથી. બનાસડેરીના પ્લાન્ટમાં જ મસાલા છાસનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યુ છે. આ છાસની વિશેષતા એ છે કે તેને વગર ફ્રીજે પણ 6 મહિનાઓ સુધી પણ સંગ્રહી શકાય છે, તેમજ આ છાસ આરોગ્યપ્રદ અને તંદુરસ્ત પીણું હોવાથી અન્ય ઠંડાપીણાંના માર્કેટને ટક્કર આપશે. દરરોજ 80 લાખ લિટર દૂધની આવક ધરાવતી બનાસડેરી હવે છાસના ઉત્પાદનમાં પણ અગ્રેસર બની રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply