Skip to main content
Settings Settings for Dark

વિશ્વ કિડની દિવસે અમદાવાદમાં આરોગ્ય કર્મચારીઓ માટે સન્માન સમારોહ યોજાયો 

Live TV

X
  • પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરાયા

    આજે 11મી માર્ચ એટલે કે વિશ્વ કિડની દિવસ અમદાવાદમાં આજે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના પરિસરમાં આરોગ્ય કર્મચારીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોવિડ-19ના કાર્ય સાથે સંકળાયેલા આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થાએ તેમના 20 આરોગ્યકર્મી અને સ્ટાફના સભ્યોએ કરેલા ઉમદા કાર્યોને બિરદાવી તેમને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ સાથે જ IKDRCએ 8 દર્દીઓને કિડની બીમારીના ઈલાજ સામે લડતમાં તેમની હિંમત અને ધૈર્ય બદલ તેમને પણ સન્માનિત કર્યા હતા. IKDRC ડો. જયંતિ રવિ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

    તેમણે જણાવ્યું હતું કે, IKDRC ખાતે ઉપસ્થિત ટીમે સ્વર્ગીય ડો. એચ. એલ. ત્રિવેદીના વારસાને સંભાળી લીધો છે અને તેઓ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. આ સાથે જ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડો. આર. કે. પટેલ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત IKDRCના ડિરેક્ટર ડો. આર. કે. પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2025 સુધીમાં જીવંત-સંબંધિત કિડની દાનને સમાપ્ત કરવા કેડવર ઓર્ગન ડોનેશનને સંકલ્પ સાથે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવાની જરૂર છે. કેડવર ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ વિશે જાગૃતિ દ્વારા પ્રત્યારોપણની જરૂરિયાતમંદ હજારો કિડની દર્દીઓને મદદરૂપ થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply