ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે રેલવે દ્વારા અનોખી સેવા
Live TV
-
અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર ઠંડા પાણીનું વિતરણ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે રેલવે દ્વારા પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. રેલ પ્રશાસન દ્વારા ઉનાળાની ઋતુમાં પીવાના શુદ્ધ પાણીના વ્યવસ્થાપન માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ ઉપરાંત, એનજીઓ,સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાલક્ષી સંસ્થાઓને પણ સ્ટેશનો પર કિઓસ્ક લગાવવાની પહેલ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે ખાસ કરીને સામાન્ય શ્રેણીના કોચ પાસે પાણી વિતરણ કરવા માટે સ્કાઉટ અને ગાઈડના સભ્યોનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે.
અખિલ ભારતીય મારવાડી યુવા મંચ અમદાવાદના સભ્યો દ્વારા અમદાવાદ સ્ટેશન પર મુસાફરોને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, 19/05/24 ના રોજ, સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઓરેન્જ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના સભ્યો દ્વારા મફત ઠંડા પાણી અને દૂધના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં તેમના દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે જેથી કરીને ભારે ગરમીથી પરેશાન મુસાફરોને રાહત મળી શકે.
