Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથના વલાદર ગામે સિદ્ધાશ્રમ ફાર્મમાં અનોખી યૌગિક કેરીનું થાય છે ઉત્પાદન

Live TV

X
  • ઉનાળો ગીરની કેસર કેરી વિના અધૂરો છે, જોકે  ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વલાદર ગામમાં સિદ્ધાશ્રમ ફાર્મ ખાતે ઉછેરવામાં આવતી યૌગિક કેરી પણ પ્રખ્યાત બની છે. અહીંના મિલન સ્વામી યોગ, હિલિંગ અને અગ્નિહોત્ર યજ્ઞ વડે આંબાની માવજત કરી કેરીનું ઉત્પાદન કરે છે. ગીરની કેસર આમતો વિશ્વ વિખ્યાત છે. આ ફાર્મમાં 400 જેટલા આંબાના વૃક્ષો આવેલા છે. વર્ષમાં એક વખત ફળ આપે છે.પરંતુ આ યૌગિક કેરીનો સ્વાદ પણ અનેરો હોય છે. વાસ્તવમાં આ કેસર કેરી અમૃત સમાન આમ્રફળ છે.

    આ અંગે ગુરૂજી ફાર્મ અને  સિદ્ધાશ્રમના સંચાલક મિલન સ્વામીએ જણાવ્યું હતું કે, ગાયના શુદ્ધ ઘી અને છાણમાં કપૂર નાખીને અગ્નિહોત્ર યજ્ઞની સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. વનસ્પતિ સજીવ છે અને તેને પણ વૈદિક હિલિંગની અસર થાય છે. આ પ્રકારે પકવેલી કેરીના સોડમ અને સ્વાદ અલગ જ હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply