ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન
Live TV
-
યોગના અમૂલ્ય વારસાને જાળવી રાખવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજથી સાતથી 15 વર્ષના બાળક માટે આગામી 29 મે સુધી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે અમદાવાદમાં બોપલ યોગ સેન્ટર ખાતે 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગપ્રાણાયામ, ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખાસ બોપલ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને બાળકોને વિજ્ઞાનનું અવકાશ અને વિજ્ઞાનનું જ્ઞાન મળે તે માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
