ઉપરાષ્ટ્રપતિ બનશે નવસારીના મહેમાન, હોસ્પિટલનો કરશે શિલાન્યાસ
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકયા નાયડુ 5 માર્ચના રોજ નવસારીના મહેમાન બનશે. તેઓ નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આઠ એકરમાં ફેલાયેલી નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા છે.
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકયા નાયડુ 5 માર્ચના રોજ નવસારીના મહેમાન બનશે. તેઓ નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આઠ એકરમાં ફેલાયેલી નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા છે. છ માળમાં બનેલી આ હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે ફાયદારૂપ બનશે. હોસ્પિટલમાં કાડીયોલોજી અને કાડીયોથોરાસિક સર્જરી, નીઓનેટ્રોલોજી સહિત પીડિયાટ્રિક અને ઓર્થોપેડીકની સારવાર કરાશે. ઉપરાંત કેન્સરનાં દર્દીઓની સારવાર કરવા હાઇ એન્ડ લિનિયર એકસલરેટર, હિસ્ટો-પેથોલોજી, બાયો કેમેસ્ટ્રી, યુએસજી, ડિજિટલ એકસરે અને મેમોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે.
