એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી
Live TV
-
16 ડિરેક્ટરોની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ આજે જાહેર કર્યો કાર્યક્રમ
સમગ્ર એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ છે.જિલ્લા ચૂંટણી અધિકારી એફ.બી.બાબીએ ડેરીના 16 ડિરેક્ટરો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.જેમાં 19 ઓક્ટોબરે મતદાન થશે અને 20 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
આ પહેલા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ 30 સપ્ટેમ્બરે તેની ચકાસણી કરવામાં આવશે અને એક ઓક્ટોબરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર કરવામાં આવશે, તો 8 ઓક્ટોબરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. જ્યારે 9 ઓક્ટોબરે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને તેમના ચૂંટણી ચિન્હો ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર એશિયામાં સૌથી મોટી બનાસ ડેરીમાં રોજના લાખો લિટર દૂધની આવક છે. ડેરી દ્વારા ન માત્ર દૂધ પરંતુ દૂધની અન્ય પ્રોડક્ટો, ચા, ખાણ, CNG ગેસ સહિત અન્ય પ્રોડક્ટનું પણ વેચાણ કરવામાં આવે છે. જેના કારણે જિલ્લાના પશુપાલકોને મોટી કમાણી થઈ રહી છે, તો ડેરી દ્વારા પશુપાલકોને દૂધના સૌથી સારા ભાવ પણ અપાય છે, ત્યારે બનાસ ડેરીની આ ચૂંટણી પર સૌની નજર ટકેલી છે.
