કચ્છમાં આવ્યા મોટી સંખ્યામાં ફ્લેમિંગો, 3 થી 4 મહિના અહીં જ રહેશે
Live TV
-
રાજ્યમાં આ વખતે સૌથી વધુ વરસાદ કચ્છમાં વરસ્યો છે, જેના પરિણામે કચ્છનું રણ પણ દરિયા જેવું લાગી રહ્યું છે. અહીં દર વર્ષે આ સમયગાળા દરમિયાન દસ લાખથી વધુ ફ્લેમિંગો મહેમાન બને છે.
આ વર્ષે વરસાદ વધુ વરસ્યો હોવાથી ખોરાક અને અનુકૂળ વાતાવરણના પગલે ફ્લેમિંગો મોટી સંખ્યામાં આવ્યા છે. કચ્છના રણમાં આ વર્ષે દૂર-દૂર સુધી ફક્ત ફ્લેમિંગો જ દેખાઈ રહ્યા છે. ગુલાબી અને સફેદ રંગના આ ફ્લેમિંગોથી કચ્છના રણ પર સુંદર મજાના દ્રશ્યો સર્જાયા છે.
