Skip to main content
Settings Settings for Dark

કચ્છઃ અંજારની દિવ્યાંગ મહિલા શિક્ષિકાએ ગરીબ બાળકોને ભણાવાનો સેવાયજ્ઞ શરુ કર્યો

Live TV

X
  • આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છના અંજારની દિવ્યાંગ મહિલા મધુબેને ગાંધીધામ શહેરમાં કોઈ પણ વ્યક્તિ ભિક્ષુક ન રહે તે માટે અભિયાન છેડ્યુ છે. મધુબેન ઝુંપડપટ્ટી અને ગરીબ વિસ્તારોમાં શિક્ષણથી વંચિત રહેલા ગરીબ પરિવારોના બાળકોને ભણાવી શિક્ષિત કરી રહ્યા છે.

    કચ્છના અંજારની દિવ્યાંગ મહિલા મધુબેને ગાંધીધામ શહેરમાં કોઈ પણ વ્યક્તિ ભિક્ષુક ન રહે તે માટે અભિયાન છેડ્યુ છે. મધુબેન ઝુંપડપટ્ટી અને ગરીબ વિસ્તારોમાં શિક્ષણથી વંચિત રહેલા ગરીબ પરિવારોના બાળકોને ભણાવી શિક્ષિત કરી રહ્યા છે. અત્યંત ગરીબ પરિવારમાં ઉછરેલા મધુબેનને હાથનો પંજો નથી. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં 12મા સુધી અભ્યાસ કર્યા બાદ એક સંસ્થાની મદદથી પીટીસીનો અભ્યાસ કર્યો છે. 

    આ દરમિયાન સેવા સર્વોપરી સંસ્થાએ તેમને શિક્ષક તરીકે કામ આપ્યું હતું. હવે તેઓ ઝુંપડપટ્ટી અને ગરીબ વિસ્તારોમાં 30 ગરીબ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. મહિલા દિવસ પર મધુબેનના સાહસ અને સંઘર્ષને ઠેર-ઠેર બિરદાવવામાં આવી રહ્યુ છે. મધુબેનનું માનવુ છે કે ક્યારેય હિંમત ના હારવી જોઈએ. કોઈ પણ કામ અશક્ય હોતુ નથી માત્ર એ કામ પુર્ણ કરવા માટે મજબુત મનોબળ હોવુ જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply