ગાંધીનગરઃ મુખ્યમંત્રી રૂપાણીએ સંસ્કૃતિકુંજ ખાતે વસંતોત્સવ 2021નો પ્રારંભ કરાવ્યો
Live TV
-
ગાંધીનગરનાં સંસ્કૃતિકુંજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વસંતોત્સવ 2021નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રમતગમત, યુવા સાંસ્કૃતિ પ્રવૃત્તિ અને સંગીત અકાદમી માટે સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં પણ 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

સીએમ રુપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વસંતોત્સવ એટલે માંગલિક કાર્ય, ઉત્સવ, શીતલ હવા, ખીલતા પુષ્પો, કેરીનું આગમન, ફાગણના મોજીલા ગીતો છે. વસંતોત્સવની ઓળખ આનંદ ઉત્સવ બની ગયા છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સાંસ્કૃતિ વારસાની એાળખ આગવી છે. તેની વિશ્વ ફલક પર ઓળખ ઉભી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમની શરૂઆતમાં ઐશ્વર્યા વોરીયર અને તેમના ગૃપે ભરતનાટ્ટયમ શૈલીમાં સરસ્વતી વંદના પ્રસ્તુત કરી હતી.