Skip to main content
Settings Settings for Dark

ગોધરામાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી, ડે. CM નીતિન પટેલે કરી જાહેરાત

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગોધરામાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. રૂપિયા 325 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મેડીકલ કોલેજમાં 100 બેઠકો હશે.

    આ સાથે રાજ્યમાં એમ.બી.બી.એસ.ની બેઠકોની સંખ્યા 6 હજાર પર પહોંચી છે. મેડીકલ કોલેજનો 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે અને 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે, નવસારી જિલ્લામાં નવસારી ખાતે તથા પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ-૩ નવી મેડીકલ કોલેજોમાં ૩૦૦ બેઠકો માટે અને હયાત હોસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ મંજૂરી મળી ચુકી છે જેનો લાભ રાજ્યને મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply