જામનગર મહાનગરપાલિકા કચેરીમાં રાજકોટ દુર્ઘટના અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી
Live TV
-
જામનગર મહાનગરપાલિકા કચેરીમાં રાજકોટ દુર્ઘટના અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી
રાજકોટમાં TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાથી અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ બનાવ બાદ રાજ્ય સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકા ને ગેમઝોનની કડક તપાસ કરવા સુચના આપી છે. જામનગર મહાનગરપાલિકા કચેરીમાં આ સંબંધે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા, PGVCL, JMC અને લાઈટ ફાયર શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેર ના તમામ ગેમઝોન માં તપાસ કરી કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું.
