રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના ગૃહ વિભાગે એક સુચના પત્ર બહાર પાડ્યું
Live TV
-
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના ગૃહ વિભાગે એક સુચના પત્ર બહાર પાડ્યું
રાજકોટ અગ્નિકાંડ બાદ આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી રાજ્યના ગૃહ વિભાગે એક સુચના પત્ર બહાર પાડ્યું છે. જેમાં જ્યાં ગેમિંગ ઝોન ચાલતા હોય ત્યાં ક્યા પ્રકારની તકેદારી રાખવી જોઇએ તે બાબતોને સમાવી લેવામાં આવી છે. જેમ કે ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવી છે કે કેમ, મંજૂરી આપી છે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. બાંધકામમાં સ્થાનિક તંત્રની મંજૂરી તેમજ ક્યા નિયમોનુસાર બાંધકામ થયું છે. આ સંબંધે ફાયર વિભાગની એનઓસી મેળવવામાં આવી છે કે કેમ ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટી તેમજ આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા ઉપલબ્ધ છે. ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા છે કે કેમ, સંબંધિત ઓથોરિટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ આ મુદ્દાઓ સંબંધિત ચકાસણી કરી જરુરી સુરક્ષા અંગેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી તેમજ તાત્કાલિક ધોરણે રિવ્યુ કરવા જણાવાયુ છે. જો કોઈપણ ક્ષતિ જણાય તો તાત્કાલિક ગેમઝોન બંધ કરાવવા જરુરી કાર્યવાહી હાથ ધરવા કહેવામાં આવ્યું છે.
